– વડાપ્રધાને જન્મ દિવસે મધ્ય પ્રદેશના ધારમાં રેલીને સંબોધી પાકિસ્તાનને આડેહાથ લીધુ
– વિકસિત ભારત માટે હજુ વધુ જુસ્સા સાથે કામ કરીશ, જન્મ દિવસે મને નહીં પણ દેશ નિર્માણના આપણા સંયુક્ત કાર્યને શુભેચ્છાઓ મળી : મોદી
ધાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થયા હતા, ૧૭મીએ બુધવારે તેમના જન્મ દિવસે વિશ્વભરના દેશોના વડાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં રેલીને સંબોધી હતી, જેમાં તેમણે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આ નવુ ભારત છે જે પરમાણુની ધમકીથી ડરતું નથી અને દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કરે છે.