વાહનો
ખૂંપી જવાનો ભય
મોબાઈલની
ખાનગી કંપની દ્વારા પાંચ દિવસથી ખોદેલા ખાડાંમાં યોગ્ય પૂરાણ ન કરાયાનો આક્ષેપ
હળવદ –
હળવદ શહેરમાં મોબાઈલની ખાનગી કંપની દ્વારા ખોદકામ કર્યા બાદ
પૂરાણ કરી દેવાતા લોકો તકલીફ વેઠવા મજબૂર બન્યા છે. યોગ્ય પૂરાણ નહીં કરાતા વાહનો
ખૂંપી જવાનો ભય પણ રહેલો છે.
હળવદમાં
તાજેતરમાં મોબાઈલની ખાનગી કંપની દ્વારા શહેરમાં લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં
આવી છે. મુખ્ય બજાર શક્તિ ટોકીઝ સામે ત્રણ ફૂટ ઊંડી લાઈન નાખવા માટે ખોદકામ કર્યું
હતું. પરંતુ કોઈ કારણોસર કંપનીના મજૂર દ્વારા યોગ્ય કામ ચાર ફૂટ સુધી ના કરતા
ખોદેલી લાઈન બૂરી નાખી હતી. મુખ્ય બજારમાં છેલ્લા ચાર- પાંચ દિવસથી ખોદકામ ચાલુ
હતું. પરિણામે શહેરીજનો અને દુકાનદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે હાલ
તો લાઈનનું બુરાણ કરી પાછું ફરીથી ખોદકામ કરવામાં આવશે તો શું પાલિકા તંત્ર આંખ
આડા કાન કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર
દ્વારા તહેવાર ટાણે ખોદકામ અટકાવવામાં આવે તેવી શહેરીજનોમાં માગણી ઉઠી છે.