વડોદરા,વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટી ખાતે એરોસ્પેસ ક્ષેત્રે કાર્યરત એરબસ કંપની ટૂંક સમયમાં આર એન્ડ ડી સેન્ટરની સ્થાપના કરશે.
ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે તેઓ કંપનીના એમડી વેસ્ટરમીરને મળ્યા હતા, અને તેમણે આ મુદ્દે માહિતગાર કર્યા હતા.
એરક્રાફટ બનાવતી એરબસે બેંગાલુરૃમાં ડિજિટલ સેન્ટર ઊભું કર્યું છે. જે એરબસના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કરોડરજ્જુ સમાન ગણાય છે. ફ્રાન્સના તુલુઝ સ્થિત હેડક્વાર્ટર બાદ આ સેન્ટર બીજું સૌથી મોટું ગણાય છે. ૨૦૧૮માં કંપનીએ ભારતમાં તેની ડિજિટલ ક્ષમતાનો વિસ્તાર કરવા માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ઊભું કર્યું હતું. ભારતને ઉદભવતી ટેકનોલોજીના હબ તરીકે વ્યૂહાત્મક સ્ત્રોત ગણાવીને કંપનીએ કહ્યું છે કે ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ ટેલેન્ટ, સંશોધન અને ટેકનોલોજી છે, તે એરોસ્પેસ ક્ષેત્રને શક્તિ આપે છે. કંપની પાસે રીસર્ચ અને ડેવલપમેન્ટની કામગીરી માટે મજબૂત ક્ષમતા છે, જેના આધારે ગતિશક્તિ ુયુનિવર્સિટીમાં ઉપર્યુક્ત સેન્ટર સ્થપાશે.