– લોથલમાં પીએમ મોદીની એક ઝલક માટે લોકો ઝાડ પર ચડયાં
બગોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર સહિત રાજ્યના ૨૭૦૦૦ કરોડ મળી દેશના કુલ ૧ લાખ કરોડનાં વિકાસ કામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. ભાવનગરમાં રોડ શૉ બાદ જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલાં કામનું નિરીક્ષણ કર્યું હતું. લોથલમાં વડાપ્રધાન મોદીને જોવા લોકો ઝાડ પર ચડયા હતા. ત્યાર બાદ લોથલમાં હવામાન ખરાબ હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. જેથી તેઓ બાય રોડ ૧૦૦ કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.