Vyayam Teachers Protest in Gandhinagar: ગાંધીનગરમાં ગુરૂવારે (ત્રીજી એપ્રિલ) સતત 18માં દિવસે વ્યાયામ શિક્ષકો દ્વારા આંદોલન યથાવત રાખ્યું છે. ત્યારે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે કાયદાનો ઉપયોગ કરીને સરકાર દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં10 જેટલા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. જેને લઈને વ્યાયામ શિક્ષકોએ પરેડ કરી અટકાયત વ્હોરી હતી.
રાજ્ય સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની માંગ સામે કોઈ જવાબ કે કાર્યવાહી ન કરવામાં આવે અને આ આંદોલનને કચડી નાખવામાં તે માટે આ આંદોલનના 10 આગેવાનોના નામજોગ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પોલીસ સબઇન્સ્પેક્ટર દ્વારા સરકાર પક્ષે ફરિયાદી બની છે. જેમાં પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 જેટલા આગેવાનો તથા વ્યાયામ શિક્ષકોના 150 જેટલા ટોળા સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે.
10 વ્યાયામ શિક્ષકો સામે ફરિયાદ નોંધાઈ
ભરત ભાનુ નાવડિયા
યોગેશ બાઘુ વાળા
જયમલ રમણ નાયક
પલક કુબેર ઠાકોર
સોનલ રમણીક સોરઠિયા
દિનેશ કાના ખંભાળિયા
અંકિત પ્રધાન ઠાકોર
વિશાલ ધનજી મકવાણા
સ્નેહલ વસંતદેસાઇ
રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ
આ આગેવાનની સાથે અન્ય આશરે 150 વ્યાયમ શિક્ષકોની ભરતી માટેના ઉમેદવારોએ ભાષણો કરી સૂત્રોચ્ચાર કરતા હતા. તેમણે આ રેલી કાઢવા કોઈ મંજૂરી મેળવી લીધી નહતી.