gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Crime: ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. પરંતુ, પોલીસ પોતાની જાહેર કરેલી ડેડલાઈન પણ જાળવી નથી શકી. 100 કલાક ઉપર બીજા 48 કલાક વીતી ગયા બાદમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને ટૂંક સમયમાં ત્યાં બુલડોઝરની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. 

SMC એ બુટલેગરોની યાદી જાહેર કરી

SMC દ્વારા ગુજરાતના 15 એવા જાણીતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6 બુટલેગરો અમદાવાદના છે અને ત્રણ તો ગૃહરાજ્ય મંત્રીના જ શહેર સુરતમાંથી સામે આવ્યા છે. યાદીમાં સમાવિષ્ટ લોકોએ જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો ભેગા કમાણી કરી પોતાની મિલકત ભેગી કરી છે. જેમાં અમદાવાદના મનપસંદ ક્લબ, સરદાર નગરનો સાવર, ક્રિકેટ સટ્ટાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા જેનો બંગલો સિંધુભવન રોડ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસની યાદી અનુસાર, આ લોકોમાંથી કોઈએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તો કોઈએ દુકાનો બનાવીને પોતાનો બીજો ધંધો સેટ કર્યો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર

15 બુટલેગરોની યાદી

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 2 - image

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 3 - image

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે 4 - image

1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે.  આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન  નક્કી કરાશે.

આ પણ વાંચોઃ ‘સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે’…વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

તંત્ર પર ઊભા થયા સવાલ

  • તંત્રની કાર્યવાહીને લઈને અહીં અનેક સવાલ ઊભા થાય છે કે, જો તમને આ ગેરકાયદે બાંધકામ વિશે માહિતી હતી તો પહેલાં કાર્યવાહી કેમ ન કરી આવા કોઈ કાંડની રાહ શું કામ જોઈ? કેમ પહેલાં આવા અસામાજિક તત્ત્વોને છાવરવામાં આવ્યા? 
  • બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ અસામાજિક તત્ત્વોની ગેરકાયદે મિલકત અને ઘર તોડી પાડ્યા બાદ શું દૂષણ ખતમ થઈ જશે? દારૂ અને જૂગારમાં સંડોવાયેલા આ અસમાજિક તત્ત્વો સામે એમના મુખ્ય ધંધા પર કાર્યવાહી કરવામાં કેમ નથી આવી રહી? કોઈ દારૂના અડ્ડા કે જૂગારધામ પર રાજ્ય સરકારની આંખ લાલ થશે કે કેમ? 

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 28 PI ની એકસાથે બદલી કરી દેવામાં આવી છે. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died…
GUJARAT

સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો | 26 year old girl Died…

September 27, 2025
ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…
GUJARAT

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

September 27, 2025
રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી | Rajkot Nee…
GUJARAT

રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી | Rajkot Nee…

September 27, 2025
Next Post
ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની ચાંદી પકડાઇ

ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની ચાંદી પકડાઇ

વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested

વાપીના ચણોદના મકાનમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો પકડાયો : મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ | 10 kg of ganja seized from Chanod by sog team of Vapi: 8 accused including woman arrested

સુરતમાં સતત બીજા દિવસે માથાભારે તત્વોની મિલ્કતનું ડિમોલીશન : નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર | Demolition of properties of rowdy elements for the second consecutive day in Surat

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…

3 weeks ago
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch…

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch…

2 months ago
‘સરકારે ચીનને આપી દીધી જમીન, ટેરિફનું શું કરશો?’, સંસદમાં રાહુલ ગાંધીનો સવાલ | /rahul gandhi in lok …

‘સરકારે ચીનને આપી દીધી જમીન, ટેરિફનું શું કરશો?’, સંસદમાં રાહુલ ગાંધીનો સવાલ | /rahul gandhi in lok …

6 months ago
તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News