Surat Police : સુરતમાં ગઈકાલે માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનની કામગીરી કર્યા બાદ આજે નાનપુરા જમરૂખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરી હતી.
અમદાવાદમાં માથાભારે તત્વોની હરકત બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કામગીરી થઈ રહી છે. ગઈકાલે આજે નાનપુરા જમરૂખ ગલીમાં રહેતા માથાભારે સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ડિમોલીશન માટે સુરત પાલિકાની મદદ લીધી હતી. પાલિકાના સેન્ટ્રલ ઝોને સજ્જુ કોઠારીનાં મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલીશન હાથ ધર્યું હતું.
આ પહેલાં માર્ચ 2022માં સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં લાંબા સમયથી મુકાયેલી લાઈન દોરીનો અમલ આજે મ્યુનિ. તંત્રએ અમલ કર્યો હતો. જેમાં નાનપુરા જમરૂખ ગલીમાં લાઈન દોરીના અમલમાં માથાભારે ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મિલકત આવતી હોય તેના ડિમોલિશનની કામગીરી કરી હતી.