Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી લઈને ભારે ધમધોકાટ ચાલી રહ્યો છે. એકતરફ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાયો નથી, કયા પક્ષને કેટલી બેઠકો આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે કેન્દ્રીય મંત્રી અને લોજપા (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે (22 સપ્ટેમ્બર) પટનામાં પત્રકારો સાથે વાતચીત કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, NDAમાં નવરાત્રિના શુભ દિવસોમાં સીટની વહેંચણી થઈ જશે.
અમે બેઠકોની વહેંચણી મામલે કોઈ સમજુતી કરાશે નહીં : ચિરાગ
ચિરાગ પાસવાને (Chirag Paswan) કહ્યું કે, બેઠકોની વહેંચણી મામલે સન્માન સાથે કોઈ સમજુતી કરાશે નહીં.