Jamnagar : જામનગરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવાથી બાળકો યુવાનો અને વડીલોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આજે આ વિસ્તારની મહિલાઓએ રસ્તા લોકો આંદોલન કરીને તંત્રને કુંભકરણની ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે મહાનગરપાલિકા અને પોલીસની ટીમની દોડધામ વધી જવા પામી હતી
આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક વાર મહાનગર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમાધાન નહીં મળતા આજ રોજ રહેવાસીઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. આથી થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. આંગણે જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને સમજાવટ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.