![]()
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે યુએનને સંબોધનમાં યુક્રેન મામલે રશીયાને નવી ચેતવણી આપતાં અને ભારત તેમ જ ચાઈના દ્વારા રશીયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને રશીયાને યુદ્વ માટે ફંડ પૂરૂ પાડવામાં આવી રહ્યાના નિવેદન અને ટેરિફ વધારવાની ચીમકીએ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ફંડો સાવચેતીમાં વધુ વેચવાલ બન્યા હતા. ઘર આંગણે જીએસટીમાં ઘટાડોનું પોઝિટીવ પરિબળ પણ ડિસ્કાઉન્ટ થવા લાગ્યા સાથે તહેવારોની સીઝનમાં અપેક્ષિત કન્ઝયુમર ખરીદી નહીં જોવાઈ રહ્યાના અહેવાલોએ આજે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડતો રહી રેકોર્ડ નીચી સપાટીએ રહેતાં પણ આયાત મોંઘી બનવાની નેગેટીવ અસર બજારમાં જોવાઈ રહી છે. સેન્સેક્સ ૩૮૬.૪૭ પોઈન્ટ ઘટીને ૮૧૭૧૫.૬૩ બંધ અને નિફટી ૫૦ સ્પોટ ૧૧૨.૬૦ પોઈન્ટ ઘટીને ૨૫૦૫૬.૯૦ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં ગાબડાં : ઓટો ઈન્ડેક્સ ૬૪૮ પોઈન્ટ તૂટયો : મધરસન સુમી, બાલક્રિષ્ન, ભારત ફોર્જ ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફરી હેમરિંગ થતાં ગાબડાં પડયા હતા. મધરસન સુમી રૂ.૪.૧૮ ઘટીને રૂ.૧૦૭.૯૧, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૦.૨૫ ઘટીને રૂ.૨૪૧૩, ભારત ફોર્જ રૂ.૩૬.૬૫ ઘટીને રૂ.૧૨૧૩.૨૫, ટાટા મોટર્સ રૂ.૧૮.૭૫ ઘટીને રૂ.૬૮૨.૭૫, ટીવીએસ મોટર રૂ.૬૫.૩૦ ઘટીને રૂ.૩૪૪૮.૨૦, બોશ રૂ.૭૦૦.૨૫ ઘટીને રૂ.૩૮,૭૦૦, એમઆરએફ રૂ.૨૭૦૭ ઘટીને રૂ.૧,૫૩,૨૬૦, હીરો મોટોકોર્પ રૂ.૯૧.૮૫ ઘટીને રૂ.૫૨૭૭.૫૫, બજાજ ઓટો રૂ.૧૫૦.૧૫ ઘટીને રૂ.૮૮૨૯.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૪૮.૪૬ પોઈન્ટ તૂટીને ૬૦૩૭૯.૯૨ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં સતત વેચવાલી : ઝેનટેક રૂ.૭૪ તૂટી રૂ.૧૫૨૮ : આઈનોક્સ, કેઈઆઈ, પ્રાજ ઘટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સતત ફંડોએ મોટું સેલિંગ કર્યું હતું. ઝેનટેક રૂ.૭૪.૩૫ ઘટીને રૂ.૧૫૨૮.૪૫, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૪૪.૪૦, કેઈઆઈ રૂ.૧૨૫.૮૫ ઘટીને રૂ.૪૦૬૬.૧૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૩૬૯.૪૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૫.૩૫ ઘટીને રૂ.૯૫૩.૨૫, ટીટાગ્રહ રૂ.૨૦.૯૫ ઘટીને રૂ.૮૯૯.૮૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૩૯૫.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૮.૬૫ ઘટીને રૂ.૧૫૬૫.૮૫, ટીમકેન રૂ.૫૧.૫૦ ઘટીને રૂ.૨૯૯૬.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૦.૬૨ પોઈન્ટ તૂટીને ૬૯૬૪૬.૫૦ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં સતત વેચવાલી : એએસએમ ટેક રૂ.૨૨૮ તૂટયો : રામકો, સાસ્કેન, નેટવેબ ગબડયા
અમેરિકાના એચ-૧બી વીઝા માટે વનટાઈમ એક લાખ ડોલર ફીના નિર્ણયની સતત નેગેટીવ અસરે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી થઈ હતી. એએસએમ ટેકનોલોજી રૂ.૨૨૮.૧૫ તૂટીને રૂ.૪૩૩૫.૭૦, રામકો સિસ્ટમ રૂ.૨૪.૩૦ ઘટીને રૂ.૪૮૩.૪૦, સાસ્કેન રૂ.૭૦.૮૦ ઘટીને રૂ.૧૪૩૦.૫૦, એડીએસએલ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૧૯૨.૧૫, નેટવેબ રૂ.૧૨૪.૪૫ ઘટીને રૂ.૩૪૧૭.૪૦, બ્લેક બોક્સ રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૪૭૯.૭૦, નેલ્કો રૂ.૨૯ ઘટીને રૂ.૮૬૦, માસ્ટેક રૂ.૭૮.૪૦ ઘટીને રૂ.૨૨૧૩.૫૦, માઈન્ડટેક રૂ.૬.૭૦ ઘટીને રૂ.૨૩૯, કોફોર્જ રૂ.૪૪.૬૫ ઘટીને રૂ.૧૬૨૩.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૯.૪૭ પોઈન્ટ ઘટીને ૩૪૫૨૯.૯૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેચવાલી વધી : ઈપ્કા લેબ. રૂ.૪૪ તૂટયો : સિક્વેન્ટ, જગસન ફાર્મા, શેલબી ઘટયા
ફાર્મા-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. અમેરિકામાં સતત વધી રહેલા આયાત અંકુ શો અને હજુ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ અટવાયેલી હોઈ ફંડોની વેચવાલી વધી હતી. ઈપ્કા લેબ. રૂ.૪૩.૭૫ ઘટીને રૂ.૧૩૫૦.૬૦, ઈન્નોવા કેપટેબ રૂ.૨૫.૬૫ ઘટીને રૂ.૮૪૩.૫૦, લક્ષ્મી ડેન્ટલ રૂ.૯.૯૦ ઘટીને રૂ.૩૩૦, સિક્વેન્ટ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૧૯૭.૨૫, જગસન ફાર્મા રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૩૫, શેલબી રૂ.૭.૧૫ ઘટીને રૂ.૨૫૮.૮૫, વિમતા લેબ્સ રૂ.૧૯.૦૫ ઘટીને રૂ.૭૩૦.૬૦, એપીએલ લિમિટેડ રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૯૧૮.૯૦, મોરપેન લેબ. રૂ.૧.૧૩ ઘટીને રૂ.૫૦.૭૮, સોલારા રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૬૪૧.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૪.૧૧ પોઈન્ટ ઘટીને ૪૪૨૯૯.૪૮ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થયા : ઈન્ડસઈન્ડ, એક્સિસ, આઈસીઆઈસીઆઈ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો, મહારથીઓ સાવચેતીમાં સતત હળવા થયા હતા. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૫૫ ઘટીને રૂ.૭૪૦.૭૦, એક્સિસ બેંક રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૧૧૫૮.૮૦, ફેડરલ બેંક રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૯૩.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૧૩૮૧.૯૫, કોટક બેંક રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૨૦૩૧.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૨.૯૭ પોઈન્ટ ઘટીને ૬૨૧૨૨.૩૭ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં મજબૂતી અટકી વેચવાલી નીકળી : અદાણી એન્ટર., વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર અટકાવીને આજે ઘણા શેરોમાં વેચવાલી શરૂ કરી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૩.૭૦ ઘટીને રૂ.૨૬૨૦.૩૦, વેદાન્તા રૂ.૮.૭૦ ઘટીને રૂ.૪૪૮.૫૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૭૦ ઘટીને રૂ.૪૫૨.૯૦, નાલ્કો રૂ.૨.૮૫ ઘટીને રૂ.૨૦૬, લોઈડ્સ મેટલ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૩૦૨.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૯.૮૦ પોઈન્ટ ઘટીને ૩૩૩૩૯.૨૮ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી ક્ષેત્રે મંદીના એંધાણ : ફંડોએ હેમરિંગ શરૂ કર્યું : ગોદરેજ રૂ.૮૫ તૂટયો : ડીએલએફ, ઓબેરોય ઘટયા
દેશમાં ઘણા શહેરોમાં પ્રોપર્ટીની માંગ મંદ પડવા લાગી હોવાનું અને વેચાયા વગરનો પ્રોપર્ટીનો સ્ટોક વધી રહ્યાના અહેવાલોએ રિયાલ્ટી ક્ષેત્રે મંદીની શકયતાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૮૫.૨૫ ઘટીને રૂ.૨૦૧૯, ડીએલએફ રૂ.૨૬.૧૫ ઘટીને રૂ.૭૩૩.૬૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૯.૭૫ ઘટીને રૂ.૧૬૧૭, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૧૫૭૧ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૪.૮૪ પોઈન્ટ ઘટીને ૬૯૧૪.૬૪ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૨૪૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૧૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૨૪૨૫.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૨૧૧.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની વેચવાલી : ૨૬૫૧ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડો, મહારથીઓએ હેમરિંગ ચાલુ રાખ્યા સાથે આજે સ્મોલ,મિડ કેપ શેરોમાં પણ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓની સતત વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૪૦ અને ઘટનારની સંખ્યા ૨૬૫૧રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૫૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટા ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૦૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૫૬ લાખ કરોડ રહ્યું હતું.










