– શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
– એસઓજીએ જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી રૂા. 5 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ભાવનગર જીલ્લાના નવાગામે ડોકટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોકટરને એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજી શાખાને મળેલી બાતમી આધારે નવાગામે સુનીલ ભરતભાઇ રાઠોડ (રહે. સોડવદરા ગામ, તા.જી.ભાવનગર) ડોકટર ન હોવા છતા ડોકટર તરીકે નવાગામ, મોતીબાગ વિસ્તારમાં દવાખાનુ ખોલી, વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૫,૩૨૧ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડીકલ પ્રેક્ટિશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસઓજીના પોલીસ કોન્સ. મિનાજભાઇ યુનુસભાઇ ગોરીએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ વરતેજ પોલીસ ચલાવી રહી છે.