– તુફાન ગાડીના ચાલક ગાડી મૂકી નાસી છૂટયો
– તુફાન ગાડીમાં સવાર 11 લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા
ભાવનગર : વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી અને ટ્રક અથડાતા તુફાન ગાડીમાં સવાર ૧૧ લોકોને ઇજા થઈ હતી.જ્યારે એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઉપલેટા તાલુકાના જાળિયા ગામે રહેતા ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા અને ક્લીનર વિનોદભાઈ ટ્રક નંબર જીજે ૨૭ ટીટી ૬૧૫૫ લઈને સુગર ભરીને સોલાપુર થી ઉપલેટા જવા માટે નિકળ્યા હતા.તે દરમિયાન વટામણ પીપળી રોડ પર તુફાન ગાડી નંબર એમપી ૧૩ ટીએ ૫૨૯૯ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ટ્રક સાથે અથડાવી દેતા તુફાન ગાડીમાં સવાર કાલીયા મોગીયા બામણીયા,રૂપાબેન થાનસીંગ અદનાર ,કાળીબેન થાનસિંઘ અદનાર,રૂષીતાબેન ધુલસીંગ સીગાર ,સોનુબેન કરણસિંઘ સીગાર, મમતાબેન બાયસીંઘ સીગાર,કનીબેન કરણસિંઘ ભુરીયા,કરણસિંધ વેસ્તાભાઈ સીગાર,રાકેશ ધુલસિંઘ સીગાર, સંતરી કરણસિંઘ સીગાર,નુરાબેન સુવરસિંઘ અંગનાર (રહે.તમામ મહુડી ગામ તા.ઉદયગઢ જી.અલીરાજપુર,મધ્યપ્રદેશ) ને શરીરે મુઢ તથા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જ્યારે સનાબેન સેતાનભાઈ ધુલસિંધભાઈ સીગાર (ઉ.વ.૨૧ )નુ ઘટના સ્થળે મોત નિપજાવી પોતાની તુફાન ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છૂટયો હતો.આ બનાવ સંદર્ભે ગોવિંદભાઈએ તુફાન ગાડીના ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.