– પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, ભાજપ કાર્યાલય સળગાવ્યું
– 35 દિવસથી 15થી વધુ યુવાનો ભુખહડતાળ પર હતા: યુવાનો ગોળીઓથી ડરશે નહીં, સરકારે હિંસા માટે મજબુર કર્યા: વાંગચુકે 15 દિવસે ઉપવાસ પૂરા કર્યા, સરકારની વહેલા વાટાઘાટોની તૈયારી
લેહ : લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા, આ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. જેથી આ આંદોલન હિંસામાં ફેરવાઇ ગયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા ગોળીબાર કરાતા ચાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. જ્યારે ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.