Vadodara Crime : સાવલીમાં માતાની ભાગોળમાં રહેતા બે હુમલાખોરે નાણાની લેતી દેતીના ઝઘડામાં યુવક પર હુમલો કર્યો હોવાથી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાવલી માતાની ભાગોળમાં રામદેવપીરના મંદિર સામે રહેતા 35 વર્ષના મીનાબેન મહેશભાઈ ચૌહાણે સાવલી પોલીસમાં જણાવ્યું હતું કે તેમની પાડોશમાં કિરણ ઉર્ફે ભોલી મેલાભાઈ પરમાર રહે છે. મીનાબેનના દીકરો હિતેશ કિરણ પાસે નાણાં માગતો હતો. 19 મી તારીખે સાંજે 6:45 વાગ્યે કિરણ તેને મળ્યો હતો તેથી હિતેશે નાણાંની માંગણી કરતા ઉશ્કેરાયેલા કિરણે હિતેશ પર કડુ માર્યું હતું. આ બાબતે મીનાબેન કિરણના પિતા મેલાભાઈ પરમારને કહેવા ગયા હતા ત્યારે તેઓ પણ ઉશ્કેરાઈ ગયા હતા અને મીનાબેન પર લાકડી વડે હુમલો કર્યો હતો. તેથી મીનાબેને પિતા પુત્ર બંને હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી હતી.