Vadodara : વાઘોડિયા તાલુકાના લીમડા ગામની હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીનું ભણવામાં મન ન લાગતું હોવાથી તનાવગ્રસ્ત હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના આશા ગ્રામની 18 વર્ષની વિદ્યાર્થિની પૂર્ણિમાબેન પ્રદીપ કુમાર સોલંકી વાઘોડિયા તાલુકાના લીમડા ગામની ઇન્ટરનિટી હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં બાયોટેકનોલોજી ઓનર્સનો અભ્યાસ કરતી હતી. પરંતુ અભ્યાસમાં મન લાગતું ન હતું એટલે કોલેજમાં હાજરી પૂરતી ન હતી. તેને કારણે તેને ડીટેઇન કરવામાં આવી હતી. એટલે હતાશામાં આવીને કેટલીક ગોળીઓ વધારે પડતી ખાઈ લીધી હતી અને બાથરૂમમાં જઈને બંને હાથ અને પગે તેમજ ગળા અને છાતીના નીચેના ભાગે લેઝર બ્લેડ મારી આત્મહત્યાની કોશિશ કરી હતી. તેથી તેને સારવાર માટે તેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. વાઘોડિયા પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે તપાસ અધિકારીની પાસે વધુ વિગત માગવામાં આવી હતી પરંતુ તેમણે તપાસ ચાલુ છે કહી વિગતો આપવાનું ટાળ્યું હતું.