– સોનમ વાંગચુકે હિંસા ફેલાવી: કેન્દ્ર સરકારનો આક્ષેપ, લદ્દાખમાં કર્ફ્યુ, ઇન્ટરનેટ સેવા બંધ
– વાંગચુકની એનજીઓનું એફસીઆરએ લાઈસન્સ રદ, નાણાકીય ગેરરીતિના આરોપોની સીબીઆઈએ તપાસ શરૂ કરી, ઈડી પણ જોડાય તેવી શક્યતા
લેહ/નવી દિલ્હી : લેહમાં બુધવારે હિંસક ઘર્ષણ પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિની સ્થાપના માટે સરકારે ગુરુવારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે, લેહમાં કરફ્યુ નાંખી દીધો છે અને પોલીસ તથા અર્ધલશ્કરી દળોની તૈનાતી વધારી દીધી છે. પોલીસે હિંસામાં સંડોવણી બદલ ૫૦થી વધુની અટકાયત કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે લેહમાં હિંસા માટે પર્યાવરણવીદ સોનમ વાંગચુક પર દોષનો ટોપલો ઢોળ્યો છે અને તેમની સંસ્થાનું વિદેશમાંથી ભંડોળ લેવાનું લાઈસન્સ રદ કરી દીધું છે. બીજીબાજુ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સે સોનમ વાંગચુકના સમર્થનમાં પૂર્ણ બંધની હાકલ કરતા ગુરુવારે લેહ-લદ્દાખ અને કારગિલમાં જનજીવન ઠપ થઈ ગયું હતું.