બોરસદના સરોલ ગામમાં
તસ્કરો રૂા. ૫૫ હજારની પેન્ડલ સહિતની ચેન ચોરી પલાયન
આણંદ: બોરસદના સરોલ ગામના મંદિરમાંથી તસ્કરો માતાજીની રૂા. ૫૫ હજારની સોનાની ચેનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
બોરસદ તાલુકાના સારોલ ગામે આવેલા મહાકાળી મંદિરમાં તા. ૨૩મીના રોજ રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. સારોલ ગામના ૧૨ વીઘા સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાંથી તસ્કરો માતાજીના ફોટાની ફ્રેમની અંદર માતાજીના ગળામાં પહેરાવેલી સોનાની પેન્ડલ સાથેની ચેનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૫ હજાર જેટલી થવા જાય છે. આ બનાવ અંગે ભાદરણ પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.