Maulana Tauqeer: બરેલીમાં આજે સવારની નમાજ પછી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. મૌલાના તૌકીર રજાના કહેવાથી લોકોએ ‘આઈ લવ મોહમ્મદ’ના નારાબાજી શરુ કરી દીધી હતી. ત્યાર બાદ લોકોને પ્રદર્શન શરુ કરી દીધું હતું.
કોણ છે મૌલાના તૌકીર
મૌલાના તૌકીર રઝા બરેલીના ધાર્મિક નેતા છે. રઝા સુન્ની મુસ્લિમોના બરેલી સંપ્રદાયના છે. તૌકીર રઝાના કહેવાથી લોકોએ બરેલીમાં શુક્રવારની નમાજ પછી ‘આઈ લવ મોહમ્મદ’ ના નારા લગાવ્યા, જેના કારણે રમખાણો ફાટી નીકળ્યા હતા. જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તૌકીર રઝા આલા હઝરત પરિવારમાંથી આવે છે.
તૌકીર રઝાએ 2001 માં એક રાજકીય પાર્ટી બનાવી
તૌકીરના પરિવારે ઇસ્લામના સુન્ની બરેલવી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તૌકીર રઝાએ 2001 માં એક રાજકીય પક્ષ પણ બનાવ્યો. તૌકીર રઝાની પાર્ટીનું નામ ઇત્તેહાદ-એ-મિલ્લત પરિષદ છે. જોકે, 2009 માં રઝા કોંગ્રેસમાં જોડાયા હતા.
મુઝફ્ફરનગર રમખાણો પછી રઝા સપાથી અલગ થયા
તૌકીર રઝાએ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો હતો. એટલે તેમની પાર્ટી ભોજીપુરાથી પણ જીત મેળવી હતી. જોકે, મુઝફ્ફરનગર રમખાણો પછી રઝા સપાથી અલગ થઈ ગયા.
દરેક અત્યાચારનો હિસાબ લેવામાં આવશે
2014 માં તૌકીર રઝાએ બસપાને ટેકો આપ્યો. તૌકીર રઝાએ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેમણે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. તેમણે તસ્લીમા નસરીન વિરુદ્ધ ફતવો પણ જારી કર્યો હતો. જેલમાં આઝમ ખાનને મળ્યા બાદ, તૌકીર રઝાએ યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે, ‘દરેક અત્યાચારનો હિસાબ લેવામાં આવશે.’