અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં રેકીને કરીને બંધ મકાનમાં ધોળા દિવસે ચોરી કરવાના બનાવો વધી રહ્યા છે, નારોલમાં શ્રમજીવી દંપતિ નોકરી ગયા અને સવા કલાકમાં જ મકાનના તાળા તોડીને રૃા.૧૭.૫૦૦ રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ ૭૮ હજારની મતાની ચોરી કરી હતી. નારોલ પોલીસે ગણતરીના કલાકમાં નારોલમાં રહેતી મહિલાને મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં મહિલા ઘર બંધ કરીને ગયા બાદ સવા કલાકમાં ચોરી થઇ પરત આવીને જોયું તો તિજોરીમાંથી રોકડા રૃા. ૧૭.૫૦૦ સહિત દાગીના ની ચોરી
નારોલમાં રહેતી મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નાંેધાવી છે કે પોતે પાંચ મહિનાથી નારોલમાં મોની હોટલ પાસે ગારમેન્ટ કંપનીમાં નોકરી કરે છે પતિ પણ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગઇકાલે પતિ નોકરી ગયા બાદ ફરિયાદી સવારે ૧૧ વાગે મહિલા ઘરે તાળુ મારીને નોેકરી ગયા હતા.
જ્યાં કલાક પછી બપોરે ૧૨ વાગે પડોશીએ ફોન કરીને તમારા ઘરનોે દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી જેથી તુરંત મહિલાએ ઘરે આવીને જોયુ તો મકાનના તાળા તૂટેલા હતા ઘરમાં સર સામાન વેર વિખેર પડેલો હતો જેથી અજાણી વ્યક્તિએ ઘરમાં પ્રવેશીને તોજોરી તોડીને રૃા.૧૭.૫૦૦ રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ ૭૮ હજારની મતાની ચોરી કરી હતી. નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં નારોલમાં સ્વસ્તિક સીટી ખાતે રહેતી યોગીતાબહેન સોનદાગરને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી.