– પત્નીને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ
– દંપતી કોઈ આપવા દર્શન કરી પરત આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : વલ્લભીપુરના ચમારડી ગામે રહેતા દંપતી કોળિયાક દર્શન કરી પરત પોતાને ગામ બાઈક લઈને આવી રહ્યા હતા.તે દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા પતિનું મોત નિપજ્યું હતું.
વલ્લભીપુરના ચમારડી ગામે રહેતા સવિતાબેન વિજયભાઈ કાંબડ અને તેમના પતિ વિજયભાઈ ચીંથરભાઈ કાંબડ મોટરસાયકલ નંબર જીજે ૦૪ એએસ ૧૨૪૨ લઈને મારવાડી ગામેથી નિષ્કલંક મહાદેવ મંદિર દર્શન કરી પરત ચમારડી ગામે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન ગુંદી ગામ નજીક વિજયભાઈએ મોટર સાયકલ પર કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. બાઈક ઉપર જઈ રહેલા પતિ પત્નીને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં વિજયભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્નીએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.