Vadodara : ગત રાત્રે વડોદરા શહેરના અલગ અલગ બે વિસ્તારમાં વાયરમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી.
પ્રથમ બનાવ કારેલીબાગ વિસ્તારમાં રાત્રિ બજાર પાસે આવેલ મંગલ પાંડે રોડ પર ઇલેક્ટ્રીક થાંભલાના વાયરમાં આગ લાગી હતી. અન્ય બનાવમાં વાઘોડિયા રોડ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે આવેલ એક મકાનના મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. બંને ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. સાથે બનાવ મામલે જીઇબીને પણ જાણ કરવામાં આવી હતી.