Terrorists Killed in Kupwara : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેનક્ટરમાંથી LoC પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમને પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુરક્ષા દળોએ તેમને અટકાવવા જવાબમાં ફાયરિંગ કરતા બે આતંકીઓ ઠાર થયા છે.
આઠ દિવસમાં બીજી વખત અથડામણ
રિપોર્ટ મુજબ, બંને આતંકવાદીઓને મૃતદેહ LoC પાસે પડ્યા છે, જેને કબજે લાવમાં આવશે. ત્યારબાદ આતંકવાદીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. છેલ્લા આઠ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી વખત અથડામણ થઈ છે. આ પહેલા 20 સપ્ટેમ્બરે ઉધમપુરના દૂદૂ-બસંતગઢના જંગલોમાં અથડામણ થઈ હતી, જેમાં એક જવાન શહી થયા હતા. આ ઉપરાંત SPO સહિત બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો :‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન
8 સપ્ટેમ્બરે પણ થઈ હતી અથડામણ
આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં 8 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ કુલગામમાં ‘ઑપરેશન ગુડ્ડર’ ચલાવ્યું હતું, જેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા. એક આતંકવાદી શોપિયાં નિવાસી આમીર અહમદ ડાર હતો અને બીજો વિદેશી આતંકવાદી રહેમાન હતો.
આ પણ વાંચો :ફાઈનલ અગાઉ ભારત-પાકિસ્તાનના ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ