યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારુ પીને ધમાલ કરતા નશેબાજને અટલાદરા પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે અટલાદરા પોલીસનો સ્ટાફ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે બંદોબસ્તમાં હતો. તે દરમિયાન એક વ્યક્તિએ પોલીસને આવીને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ દારૃ પીને ધમાલ કરે છે.જેથી, પોલીસે જઇને તપાસ કરતા એક વ્યક્તિ દારુ પીને લથડિયા ખાતો હોઇ તેને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યો હતો. તેનું નામ ભાવેશકુમાર ચંદ્રકાંતભાઇ પટેલ ઉં.વ. 40 (રહે. ઔધો ફુલા ખડકી, જૂના ડેપો, પાદરા) હોવાનું જણાઇ આવ્યું હતું. તેની સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.