વડોદરામાં રેલવે કોલોનીમાં રહેતા ટિકિટ ચેકરના બંધ ઘરમાંથી ચોરો ટિકિટ ચેકરના લગ્ન માટે બચત કરેલી રોકડ રકમ અને દાગીના મળી 1.66 લાખની મત્તા ઉઠાવી ગયા હતા.
છાણી રોડ ઉપર સરદાર નગર રેલવે કોલોનીમાં રહેતા દિનેશ ભગવતી પ્રસાદ શર્માએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું એકતા નગરમાં સિનિયર ટિકિટ ચેકર તરીકે નોકરી કરું છું. તારીખ 23ના રોજ મારા મૂળ વતન અલીગઢ ખાતે મારી માતા સાથે ગયો હતો. તારીખ 26 ના રોજ સવારે પાડોશી ગીતાબેન બારીયાનો માતા ઉપર ફોન આવેલ કે તમારા ઘરનનું તાળું બહારથી તૂટેલું અને ચોરી થઈ હોય તેવું લાગે છે.
મારા માસીના છોકરા લોકેશને ઘેર જઈ તપાસ કરાવતા તાળું તૂટેલું હતું બાદમાં હું અને મારી માતા બંને અલીગઢથી પરત વડોદરા ખાતેના ઘેર આવ્યા ત્યારે તિજોરીમાં મારા લગ્ન માટે બચત કરેલ રૂપિયા દોઢ લાખ તેમજ માતાના સોના ચાંદીના દાગીના મળી 1.66 લાખની મત્તા ચોરી થઈ હોવાનું જણાયું હતું.