Gujarat News : ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. વર્ષ 2018 અમદાવાદના નિકોલમાં પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેસમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા બિન-જામીનપાત્ર વોરન્ટના આદેશને રદ કર્યો છે. હાર્દિક પટેલે કોર્ટમાં શપથ પર બાંહેધરી આપી કે કોર્ટમાં ટ્રાયલની આગામી મુદ્દત દરમિયાન તે હાજર રહેશે. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલની બાંહેધરીને માન્ય રાખી છે.
હાર્દિક પટેલ કોર્ટને બાંહેધરી આપી
અમદાવાદ ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કેસની ટ્રાલય તારીખ દરમિયાન હાજર ન રહેવા બદલ કોર્ટે હાર્દિક પટેલ (Hardik Patel) વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. જોકે આ પછી હાર્દિક પટેલે આ બિન-જામીનપાત્ર વોરન્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ તરફથી બાંહેધરી આપવામાં આવી હતી કે ટ્રાયલ કોર્ટ સિવાય છુટછાટ આપ્યા સિવાયના કિસ્સામાં તે ફોજદારી કાર્યવાહી દરમિયાન ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજરી આપશે. ગુજરાત હાઈકોર્ટે આ બાંહેધરીને ધ્યાનમાં લઈને આદેશ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યો હતો. આ મામલાની ટ્રાયલ કોર્ટંમાં આગામી સુનાવણી 8મી ઓક્ટોબરના રોજ યોજાશે.
આ પણ વાંચો : ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં પડી આપઘાત કર્યો
જાણો શું હતો મામલો?
વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના યોજાયેલા ઉપવાસ કાર્યક્રમના સંદર્ભમાં ટ્રાલય દરમિયાન હાજર ન રહેવા બદલ અમદાવાદ ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટે વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન પાત્ર વોરન્ટ જારી કર્યું હતું. આ મામલામાં અગાઉ હાર્દિક પટેલે મેજીસ્ટ્રેટ અને શેસન્સ કોર્ટ સમક્ષ દોષમુક્ત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી, જે બંને કોર્ટે ફગાવી દીધી હતી. હાર્દિક પટેલની ક્વોશિંગ પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જોકે કોર્ટે તેના પર કોઈ સ્ટે ન આપ્યો હોવાથી મામલાની સુનાવણી ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાલું છે..
વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના ઉપવાસ કાર્યક્રમ યોજવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.. પોલીસે હાર્દિક પટેલ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ અને ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: આવતીકાલે 5 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ