તાજેતરમાં બાપોદ
પોલીસે કોર્પોરેશનના લીગલ એડવાઈઝર વિજય વૈરાગી સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો
હતો. દરમ્યાન આજે કોર્પોરેશનના સામાન્ય વહીવટ વિભાગે વિજય કે. વૈરાગીની બદલીનો આદેશ
જારી કર્યો હતો. જેમાં વિજય વૈરાગીને હવે વોર્ડ. 1માં વોર્ડ ઓફિસર
તરીકે ફરજ બજાવવાની રહેશે. જ્યારે લીગલ શાખાના મિલન આર. હાંડેને તેમની ફરજો ઉપરાંત
લીગલ શાખામાં વિજય વૈરાગીને ફાળવેલ તમામ કામગીરી કરવાની રહેશે.