પશ્ચિમ રેલ્વે
દ્વારા તહેવારોની સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ અને
ઇંદોર વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેનના ફેરા
વિસ્તૃત કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્પેશ્યલ ટ્રેન હવે નવેમ્બર અંત સુધી ઉપલબ્ધ
રહેશે.
પશ્ચિમ રેલ્વેના
મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ,
ટ્રેન નં. 09085/09086
મુંબઈ સેન્ટ્રલ–ઇંદોર
ત્રિ-સાપ્તાહિક સ્પેશ્યલના ફેરા વધારવામાં આવ્યા છે. ટ્રેન નં. 09085
મુંબઈ સેન્ટ્રલ–ઇંદોર સ્પેશ્યલ
દર સોમવાર, બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી
રાત્રે 11.20
વાગ્યે પ્રસ્થાન
કરશે અને બીજા દિવસે બપોરે 1.00 વાગ્યે ઇંદોર પહોંચશે. આ ફેરા 1
ઑક્ટોબરથી 28
નવેમ્બર સુધી
રહેશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09086 ઇંદોર–મુંબઈ સેન્ટ્રલ
સ્પેશ્યલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 5.00
વાગ્યે ઇંદોરથી
પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 7.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનના
ફેરા 2
ઑક્ટોબરથી 29
નવેમ્બર
સુધી
રહેશે. આ ટ્રેન બંને દિશામાં
બોરીવલી,
વાપી,
સુરત,
વડોદરા,
દાહોદ,
રતલામ અને
ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે.