Vadodara Crime : વડોદરાના માંજલપુરમાં દરબાર ચોકડી પાસે સાંઈનાથ હાઉસિંગમાં રહેતા અને ચાની લારી ચલાવતા શૈલેષભાઈ બારીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું તથા મારો મિત્ર બોડો તથા કિરણ ભેગા મળીને શંકર નગરના મેદાનમાં ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ નહીં રમવા બાબતે અમારી સાથે ભોલો રમેશભાઈ (રહે-કોઠીની સામેની ગલીમાં, માંજલપુર ) અમારી સાથે ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ અમારી વચ્ચે અંદરો અંદર સમાધાન થઈ ગયું હતું. બીજે દિવસે સાંજે 7:30 વાગ્યે હું ચાલતો મારા ઘરે જતો હતો તે સમયે શંકર નગરના ગેટ પાસે ભોલાએ મને કહ્યું કે કાલે તું દાદાગીરી કેમ કરતો હતો? ત્યારબાદ તેણે મને ગાળો બોલી લોખંડની પાઇપ વડે મારા માથામાં ફટકો માર્યો હતો. દરમિયાન મારા મિત્રો અને મારો ભાઈ દોડી આવતા ભોલો ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મારી પત્ની મને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી.