Ladakh violence: લેહ એપેક્સ બોડી (LAB) એ સોમવારે જાહેરાત કરી હતી કે લદ્દાખમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તે ગૃહ મંત્રાલયના ઉત્તરાધિકાર સમિતિ સાથે વાતચીત નહીં કરે. લેહ એપેક્સ બોડીના અધ્યક્ષ થુપસ્તાન છેવાંગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘અમે સર્વાનુમતે એ વાત પર સંમત થયા છીએ કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લદ્દાખમાં શાંતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી અમે કોઈપણ વાટાઘાટોમાં ભાગ નહીં લઈએ.’
આ પણ વાંચો: હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી
ગૃહ મંત્રાલયને ખાસ અપીલ
તેમણે કહ્યું, ‘અમે ગૃહ મંત્રાલય, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ અને વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે, ત્યાં ભય, શોક અને આક્રોશનું વાતાવરણને દૂર કરવા માટે પગલાં લે.’
24 સપ્ટેમ્બરના રોજ હિંસક વિરોધ પ્રદર્શન
રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખનો સમાવેશ કરવાની માંગ પર કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો આગળ વધારવા માટે લેહ એપેક્સ બોડી (LAB) દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.
50 થી વધુ લોકોની અટકાયત
પ્રદર્શનોકારો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણમાં ચાર લોકોનો મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે રમખાણોમાં કથિત સંડોવણી માટે 50 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો
જાણો શા માટે થઈ રહ્યું છે આંદોલન
આંદોલનના મુખ્ય પ્રણેતા કાર્યકર્તા વાંગચુકને પણ કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરવામાં આવ્યા હતા. 20 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્રએ ચાર મહિનાના વિરામ પછી વાટાઘાટો માટે LAB અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) ને આમંત્રણ આપ્યું, જે રાજ્યનો દરજ્જો મેળવવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં છઠ્ઠી અનુસૂચિના વિસ્તરણ માટે ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે.