Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન અપાવવા માટે પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત ગઈકાલે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના લોકો માટે લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યા બાદ આજે પૂર્વ અને ઉત્તર વિસ્તારના લોકો માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. આ યોજના અંતર્ગત લોનની રકમનું પુર્નગઠન કરી પ્રથમ લોન 15000, બીજી લોન 25000 તથા ત્રીજી લોન પેટે 50000 અંગેના ફોર્મ તબક્કાવાર ભરાવવામાં આવશે. લોક કલ્યાણ મેળામાં શહેરી ફેરીયાઓનું પ્રોફાઈલિંગનું ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ સરકારની અન્ય 8 યોજનાઓના લાભ આપવામાં આવશે. આ યોજના જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી ગત ડિસેમ્બ૨ સુધીમાં વડોદરામાં કૂલ 53154 ના લક્ષ્યાંક સામે 53945 શેરી ફેરીયાઓની લોન બેંક દ્રારા મંજૂ૨ ક૨વામાં આવી હતી. પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારનાં લોક કલ્યાણ મેળામાં શહેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિની લોન મેળવવા ૨જીસ્ટ્રેશન, ડીઝીટલ ઓનબોર્ડીંગ તેમજ સ૨કા૨ની અન્ય યોજનાઓનો 1565 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલો હતો.