Vadodara Chain Snatching : વડોદરાના ખોડીયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા સુનિતાબેન દિનેશભાઈ મારવાડી ગત 23મી તારીખે રાત્રે 10 વાગે દેરાણી કિરણબેન સાથે વુડાનાં મકાનની પાછળ આવેલ વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 નવલી નવરાત્રી નામના ગરબા ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની ટપુસેના આવવાની હોવાથી ગયા હતા.
રાત્રે એક વાગે ગરબા ગ્રાઉન્ડ ખાતે ટપુ સેનાની ટીમ આવતા તેઓ જોવા માટે ઉભા હતા. તે દરમિયાન એકત્રિત થયેલી ભીડમાંથી એક ચોરે સુનીતાબેનના ગળામાંથી સોનાનો એક તોલા વજનનો અછોડો આંચકી લીધો હતો. સુનીતાબેને પાછળ ઉભેલા લોકોને અછોડા બાબતે પૂછતા કોણ લઈ ગયું હતું તેને ખબર પડી ન હતી. બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.