Jamnagar Liquor Case : જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા. ખેતીવાડી ફાટક પાસેથી એક વિદ્યાર્થી સહિત બે શખ્સોને ઇંગ્લિશ દારૂ સાથે પકડી લીધા છે, જ્યારે તેની પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું છે. આ ઉપરાંત દિગવીજય પ્લોટ શેરી નંબર 58 માં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો છે, જ્યારે આરોપી પોલીસને જોઈને ભાગી છૂટ્યો છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ પાસેથી એક બાઈક પર ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા ભાવિક ઉર્ફે છાબો વિનોદભાઈ ભદ્રા નામનો 21 વર્ષનો વિદ્યાર્થી યુવાન અને દીપુ કોમલભાઈ બાવરી પોલીસના હાથે પકડાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસે 18 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો અને એક બાઈક સહિત રૂપિયા 1,19,732 ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગરના હિંગળાજ ચોકમાં રહેતા સંજય ભદ્રા પાસેથી ઇંગ્લિશ દારૂ મેળવ્યો હોવાનું કબુલતાં તેને ફરાર જાહેર કરાયો છે. ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા ચિરાગ વિજયભાઈ કટારમલના રહેણાંક મકાન પર પાડ્યો હતો. ત્યાંથી પોલીસે 19 નંગે ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કરી લીધો છે, જયારે મકાન માલિક પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.