Vadodara Dirty Water : વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં વોર્ડ નં. 3માં આનંદ નગર વસાહતમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી દૂષિત અને ગંદુ આવી રહ્યું છે. અગાઉ પણ એક સપ્તાહ સુધી આ પ્રોબ્લેમ ઉપસ્થિત થયો હતો. જેથી કારેલીબાગ પાણીની ટાંકીએ સ્થાનિક મહિલાઓ અને અન્ય મળીને મોટી સંખ્યામાં એકત્ર લોકોએ સૂત્રોચાર કરીને વિસ્તાર ગજાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ આનંદ નગર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી દૂષિત અને ડહોળું પાણી આવે છે અને અવારનવાર બંધ પણ થઈ જાય છે. આવો જ પ્રશ્ન એક સપ્તાહ અગાઉ પણ ઉપસ્થિત થયો હતો. પરિણામે ત્રાહિમામ થયેલા સ્થાનિક લોકોએ મહિલાઓ સાથે મળીને કારેલીબાગ પાણીની ટાંકી એ જઈ રૂબરૂ રજૂઆત કરી ભારે સૂત્રોચાર કર્યો હતો. આવો જ પ્રશ્ન એક સપ્તાહ અગાઉ પણ ઉપસ્થિત થયો હતો અને પાણી ગંદુ અને ડહોળું, દુષિત આવવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. આ અંગે આગામી દિવસોમાં ખંડેરાવ માર્કેટ જઈને તંત્રને આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.