Vadodara Crime : વડોદરા જીઆઇડીસી રોડ ઉપરની આનંદ નગર સોસાયટીમાં રહેતો ચિરાગ કમલેશભાઈ નાગર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2023 માં મારા છોકરાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા મારા મિત્રો દ્વારા જાણવા મળેલ છે માંજલપુર સન સીટી સરકાર પાસે સ્વાતિ સોસાયટીમાં રહેતા અમિત જયસ્વાલ વ્યાજે રૂપિયા આપે છે જેથી મેં શરૂઆતમાં 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 13,200 આપ્યા હતા. થોડા સમય પછી મને જરૂર પડતા મેં 36,000 રૂપિયા લીધા હતા.
ત્યારબાદ મારી રિક્ષાના હપ્તા બાઉન્સ થતા ફાયનાન્સ વાળાએ રીક્ષા ખેંચી લીધી હતી તે છોડાવા માટે 15,000 રૂપિયા જયસ્વાલ પાસે તે લીધા હતા. અમિત જયસ્વાલે મને કુલ રૂપિયા 40,000 ચૂકવવાનું જણાવ્યું હતું. જે રૂપિયા પૈકી 18 દિવસ સુધી મેં રોજના 1,200 લેખે 21,600 ચૂકવ્યા હતા. ત્યારબાદ મારી પત્ની બીમાર પડતા તેને પૈસા આપી શક્યો ન હતો. જેથી અમિત જયસ્વાલ તથા તેની પત્ની મારા ઘરે આવીને ધમકી આપી હતી કે જો તું વ્યાજના પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ…