![]()
મુંબઈ : વૈશ્વિક પરિબળો ગત સપ્તાહના અંતે પોઝિટીવ બની રહ્યાના સંકેતો આપી ગયું છે. અનપ્રેડિક્ટેબલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના યુદ્વનો અંત લાવવાની યોજનામાં બન્ને ઈઝરાયેલ અને ગાઝાને મનાવવામાં હાલ તુરત સફળ નીવડી રહ્યાના પ્રાથમિક નિર્દેશો મળી રહ્યા છે. ટેરિફ મામલે પણ ફાર્મા ટેરિફ હાલ તુરત મોકુફ રાખવાના સંકેત આપ્યા છે. પરંતુ ટ્રમ્પ છે હજુ ક્યો રંગ બદલશે એ કહેવું વિશ્વના કોઈપણ નિષ્ણાત માટે મુશ્કેલ હોઈ વૈશ્વિક બદલાતા સમીકરણો પર બજારની નજર રહેશે. પાછલા દિવસોમાં વૈશ્વિક બજારોમાં જોવાયેલી તેજીથી વિપરીત ભારતીય શેર બજારોમાં ઈન્વેસ્ટરો-ખેલાડીઓને ગુમરાહ કરતી મોટી ઘટાડાની ચાલે અનેકના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ નોતર્યું છે. પરંતુ પાછલા સપ્તાહના અંતિમ દિવસોમાં ભારતીય શેર બજારોમાં યુ-ટર્ન આવતો જોવાયો છે. બજાર ફરી મજબૂતી સાથે તેજી તરફ વળ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૪૬૬૬ની ટેકાની સપાટીએ ૨૫૧૧૧ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૫૪૪૪ અને સેન્સેક્સ ૮૦૩૩૩ના સપોર્ટ લેવલે ૮૨૧૧૧ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૨૮૮૮ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : VELJAN DENISON LTD.
માત્ર બીએસઈ(૫૦૫૨૩૨) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વેલજાન ડેનીસન લિમિટેડ(Veljan Denison Limited) પમ્પ્સ, મોટર્સ, વાલ્વસ અને કસ્ટમ-બિલ્ટ પાવર સિસ્ટમ્સ/મેનીફોલ્ડ બ્લોક્સની મેન્યુફેકચરર છે. કંપની ( મૂળ વર્ષ ૧૯૭૪માં અબેક્સ કોર્પ. યુ.એસ.એ.ના ડેનીસન ડિવિઝન સાથે ટેકનીકલ અને ફાઈનાન્શિયલ કોલોબ્રેશન હેઠળ ડેનીસન હાઈડ્રોલિક્સ ઈન્ડિયા લિમિટેડ તરીકે સ્થપાયેલ હતી. જ્યારે અબેક્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી સ્વિડનની હેગ્ગલુડ્સ દ્વારા ડેનીસન હાઈડ્રોલિક્સ હસ્તગત કરવામાં આવતાં આ ભારતીય કંપની પણ હેગ્ગલુડ્સ ડેનીસન ઈન્ડિયા લિમિટેડ બની હતી. ત્યાર બાદ વર્ષ ૧૯૯૪માં હેગ્ગલુડ્સ દ્વારા ડેનીસન હાઈડ્રોલિક્સને ડાઈવેસ્ટ કરાતાં ભારતીય કંપનીએ તેનાથી અલગ થઈ જવાનો નિર્ણય લેતાં હવે કંપનીની પોતાની માલિકી કરી અગાઉના કોલોબ્રેટરો સાથે કોઈ સંબંધ નથી. કંપનીનું ત્યાર બાદ વર્ષ ૨૦૧૦માં નામ બદલીને વેલજાન ડેનીસન લિમિટેડ કરાયું હતું.
મેન્યુફેકચરીંગ સવલતો :
કંપની હૈદરાબાદમાં ત્રણ વિવિધ સ્થળોએ મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. કંપની યુ.એસ.એ.માં સેલ્સ અને વેર હાઉસ સવલત ધરાવે છે.
કંપનીના ઉત્પાદનો :
(૧) ગીયર પમ્પ્સ : સિંગલ ગીયર પમ્પસ, ડબલ ગીયર પમ્પસ, ટ્રીપલ ગીયર પમ્પ્સ, બેરિંગ પમ્પ્સ, ટ્રક પમ્પસ, રિગ પમ્પ. (૨) હાઈડ્રોલિક ફિલ્ટર્સ અને વી૨૦ – મોબાઈલ ડાયરેકશનલ કંટ્રોલ વાલ્વસ : હાઈડ્રોલિક ફિલ્ટર્સ, વી૨૦ એમડીસીવી. (૩) વેન પમ્પ્સ અને મોટર્સ : સિંગલ પમ્પ્સ, ડબલ પમ્પ્સ, ટ્રીપલ પમ્પ્સ, ડ્રાઈવ ટ્રેઈન પમ્પ્સ, વીએસટી૭ સાઈલન્ટ પમ્પ્સ, વેરિએબલ વોલ પમ્પ્સ, વેન મોટર્સ. (૪) હાઈડ્રોલિક વાલ્વ : પ્રેશર કંટ્રોલ્સ, ચેક વાલ્વસ, સીટ વાલ્વસ, ફ્લો કંટ્રોલ્સ, ડાઈરેકશનલ કંટ્રોલ. (૫) સિસ્ટમ સેવર્સ : સિંગલ વેન પમ્પ્સ, ડબલ વેન પમ્પ્સ, ટ્રીપલ વેન પમ્પ્સ. (૬) હાઈડ્રોલિક સિલિન્ડર્સ : એચટી સીરિઝ, એચઆર સીરિઝ, એચએચ સીરિઝ, એચજી સીરિઝ, સ્પેશ્યલ સીરિઝ. (૭) પાવર પેક્સ અને મેનીફોલ્ડ્સ : પાવર પેક્સ, મેનીફોલ્ડ્સ. (૮) મરીન ઈક્વિપમેન્ટ : સ્ટીયરિંગ ગીયર સિસ્ટમ, ફિન સ્ટેબિલાઈઝર સિસ્ટમ, હાઈડ્રોલિક પાવર યુનિટ, કંટ્રોલ સિસ્ટમ્સ, ટેસ્ટ ફેસિલિટીઝ.
વૈશ્વિક હાઈડ્રોલિક માર્કેટનું મૂલ્ય વર્ષ ૨૦૨૫માં ૩૯.૪૦ અબજ અમેરિકી ડોલરનું હતું અને એ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨.૪ ટકા સીએજીઆર વૃદ્વિએ વિકસવાનો અંદાજ છે. વૈશ્વિક હાઈડ્રોલિક માર્કેટ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૪.૨૬ અબજ ડોલર સુધી પહોંચવાનું અપેક્ષિત છે. ઉદ્યોગની વૃદ્વિ માટેના પ્રમુખ પરિબળોમાં મટીરિયલ હેન્ડલિંગ ઈક્વિપમેન્ટ, કટીંગ-એજ એગ્રીકલ્ચર ઈક્વિપમેન્ટ માટેની માંગ અને વિવિધ ઉદ્યોગો હાઈડ્રોલિક ઈક્વિપમેન્ટ અપનાવવામાં થઈ રહેલી વૃદ્વિ છે. ન્યુમેટિક સિલિન્ડર્સ અને હાઈડ્રોલિક માટેની માંગ પણ મેન્યુફેકચરીંગ અને અન્ય ક્ષેત્રો તરફથી વધી રહી છે. કંપની તેની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી મેસર્સ અદાન હોલ્ડિંગ્સ લિમિટેડ, યુનાઈટેડ કિંગ્ડમ ધરાવે છે. જે મેસર્સ અદાન લિમિટેડની હોલ્ડિંગ કંપની છે.
એક્વિઝિશન : કંપનીએ ૨, ઓગસ્ટ ૨૦૨૨માં સંપૂર્ણ આંતરિક નાણા સ્ત્રોત થકી ૧૪ લાખ બ્રિટીશ પાઉન્ડમાં મેસર્સ અદાન લિમિટેડની હોલ્ડિંગ કંપની મેસર્સ અદાન હોલ્ડિંગ્સ લિમિટેડમાં ૧૦૦ ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કર્યું છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૧૫૬ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૫.૩૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૪ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૨.૭૧ હાંસલ કર્યા હતા. (૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫
ચોખ્ખી આવક ૧૫.૫૦ ટકા વધીને રૂ.૪૨.૬૨ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૭.૨૦ ટકા થકી ચોખ્ખો નફો ૪૪ ટકા વધીને રૂ.૭.૩૩ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૬.૩૦ હાંસલ કરી છે. (૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૫ ટકા વૃદ્વિએ રૂ.૧૮૦ કરોડ મેળવીને એનપીએમ ૧૭.૬૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૧.૭૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૦.૪૪ અપેક્ષિત છે.
બોનસ : વર્ષ ૨૦૨૪માં ૧:૧ શેર બોનસ થકી કુલ ઈક્વિટીમાં ૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૩૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૩૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૭૦ ટકા, વર્ષ ૨૦૨૫માં એક્સ-બોનસ ૧:૧ શેર ૮૫ ટકા.
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર્સ ૭૫ ટકા, આઈઈપીએફ પાસે ૧૦.૯૫ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૩.૬૩ ટકા, રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૦.૪૨ ટકા હોલ્ડિંગ છે.
વેચાણ અને અન્ય આવક : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૨૩ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૪૦ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૫૯ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૮૦ કરોડ
વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વે નફો : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૭.૭૮ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૩૬.૧૯ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૯.૭૩ કરોડ
કરવેરા પૂર્વે નફો : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૧.૬૦ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૯.૫૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૩.૦૫ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૪૨.૨૫ કરોડ
કરવેરા બાદ નફો : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૬.૦૨ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૨.૦૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૩.૭૨ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૧.૭૦ કરોડ
રિઝર્વ અને સરપ્લસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૮૩ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૦૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૨૧ કરોડ
ઈપીએસ-બોનસ એજસ્ટ બાદ : માર્ચ ૨૦૨૩માં રૂ.૩૫.૬૧, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૯.૦૫, માર્ચ ૨૦૨૫માં રૂ.૫૨.૭૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬માં રૂ.૭૦.૪૪
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ની રૂ.૮૨૩, માર્ચ ૨૦૨૪ની ૯૧૦, માર્ચ ૨૦૨૫ની રૂ.૫૦૧ ( ૧:૧ બોનસ બાદ), અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૭૨
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, પમ્પસની મેન્યુફેકચરર, વેલજાન ડેનીસન લિમિટેડ, વર્ષ ૨૦૨૪માં ૧:૧ શેર બોનસ થકી ૫૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૭૦.૪૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૭૨ સામે શેર માત્ર બીએસઈ પર રૂ.૧૨૦૩ ભાવે, એન્જિનિયરીંગ પમ્પ્સ ઉદ્યોગના સરેરાશ ૪૪ના પી/ઈ સામે ૧૭ના પી/ઈએ ઉપલબ્ધ છે.










