![]()
– પાલિકાના અધિકારીઓ અને પદાધિકારી સામે કાર્યવાહીની માગણી
– પાલિકાની જમીન, મકાન કે દુકાન ભાડે આપવી કે વેચવી હોય તો સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત છતાં પાલન ન કરાયું
કપડવંજ : કપડવંજ પાલિકાની પોતાની જમીન, મકાન કે દુકાન – ભાડે આપવી કે વેચવી હોય તો સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. સરકારની પૂર્વ મંજૂરી વગર જમીન ભાડે આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને ચીફ ઓફિસર સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆતમાં માગણી કરી છે.
અરજદાર દ્વારા અમદાવાદના પ્રાદેશિક કમિશનરને લેખિત અરજી દ્વારા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, કપડવંજ પાલિકાની કારોબારી સમિતિ તા. ૧૫.૧૦.૨૦૨૦ના રોજ ઠરાવ નં. ૧૯ પસાર કર્યો હતો અને સામાન્ય સભા તા. ૨૩.૧૦.૨૦૨૦ના રોજ ઠરાવ નં. ૯૬ પસાર કર્યો હતો. બંને ઠરાવોના આધારે પાલિકાની જમીન ગેરકાયદે રીતે ભાડા આપવામાં આવી હતી અને વિકાસ ફાળો વસૂલ કરાયો હતો. નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૬૫(૨)મુજબ, કોઇપણ પાલિકા પોતાની મિલકત જમીન, મકાન કે દુકાન ભાડે આપવી કે વેચવી હોય સકરારની પૂર્વ મંજૂરી ફરજિયત છે છતાં પાલિકાએ પાલન કર્યા વિના જમીન ભાડે આપી દીધી હતી અને પાલિકાની અધિનિયમની જોગવાઇઓનો ભંગ થયો છે. આ મુદ્દે અરજદારનીરજૂઆતની સુનાવણીમાં પાલિકાએ સ્વીકાર્યું કે ગાંધીનગર સ્થિત મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હોતી.પ્રાદેશિક કમિશનરે તા. ૨૮.૦૮.૨૦૨૫ના ચુકાદામાં જાહેર થયું છે કે, કપડવંજ પાલિકાના ઠરાવ નં. ૧૯ ( તા. ૧૫.૧૦૧.૨૦૨૦) અને ઠરાવ નં. ૯૬ ( ૨૩.૦૧.૨૦૨૦) કાયદેસર મંજૂરી વિના કારયેલા હોવાથી રદ જાહેર કરાયા છે. જેના કારણે પાલિકાની અધિનિયમની કલમ ૨૫૮ અને કલમ ૬૫(૨)નો ભંગ થયો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૩૭ મુજબ, જો કોઈ સદસ્ય કાયદાનો ભંગ કરે અથવા નગરપાલિકાને નુકસાન પહોંચાડે એવા ઠરાવો કરે, તો તે સભ્યપદેથી રદ થવાનો પાત્ર બને છે. પાલિકાના ચીફ ઓફિસર અને અન્ય જવાબદાપરોની જવાબદારી નક્કી કરીને તેમના સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા ઠરાવ ન થયા તે માટ ચૂચવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરાઇ છે.










