![]()
વડોદરા,પોર હાઇવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમજીવીનંું કમકમાટીભર્યુ મોત થયું હતું.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહેતા ૪૮ વર્ષના સુરેશભાઇ ફૂલજીભાઇ મકવાણા હાલમાં વડોદરા નજીકના પોર ગામે રહે છે. ગઇકાલે સવારે તેઓ વરણામા ગામથી પોર ગામ તરફ ચાલતા જતા હતા. તે દરમિયાન અમૃતસર ખાલસા હોટલ નજીક પાછળથી આવતી એક ટ્રકના ચાલકે તેઓને ટક્કર મારતા રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. તેઓને માથા તથા કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. રાહદરીઓએ કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. વરણામા પોલીસે અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










