અમદાવાદ, શનિવાર
મેઘાણીનગરમાં ભાર્ગવ નગર રોડ ઉપરની સોસાયટીમાં ત્રણ મહિનાના બાળકનો મૃતદેહ તેમના ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જેમાં માતા-પિતાએ બાળક ગુમ થયાની જાણ કર્યા બાદ પાંચ કલાકમાં બાળકનો મૃતદેહ મળ્યો હતો.
ત્રણ મહિનાનું બાળક ચાલી ના શકે તો ટાંકી સુધી કઇ રીતે પહોચ્યું હતું
જો કે ત્રણ મહિનાનું બાળક ચાલી ના શકે તો ટાંકી સુધી કઇ રીતે પહોચ્યું હતું જેને લઇને હત્યાની શંકા સેવાઇ રહી છે. મેઘાણીનગર પોલીસે ગુનો નોધીને પરિવારના સભ્યો સહિતની પૂછપરછ કરીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.