– પતરાના
શેડમાં બંને વ્યવસાય ચાલતા હતા :ઉગત કેનાલ રોડ પર રોયલ હોટલમાં ચોથા માળે રૃમમાં એ.સીમાં
શોટસર્કીટથી આગ ભડકી
સુરત, :
સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં ગરમીના લીધે આગ લાગવાનો સિલસિલો
યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે મોટા વરાછામાં ગજેરા કમ્પાઉન્ડમાં શુક્રવારે મોડી
રાતે પ્લાસ્ટિક સહિતની ઘર વપરાશની દુકાન અને મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
હતી. જ્યારે જહાંગીરબાદ ખાતે ઉગત કેનાલ રોડ પર આજે શનિવારે સવારે હોટલના રૃમમાં એ.સીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા નાસભાગ થઇ જવા
પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી
મળેલી વિગત મુજબ મોટા વરાછામાં ગજેરા સ્કૂલ પાસે ગજેરા કમ્પાઉન્ડમાં શુક્રવારે મોડી
રાતે પ્લાસ્ટિક સહિતની ઘર વપરાશની વસ્તુ વેચાણ માટેના પતરાના શેડમાં દુકાન બનાવેલી છે અને તેની બાજુમાં મંડપ ડેકોરેશનના
ગોડાઉનમાં આવેલુ છે. શુક્રવારે મોડી રાતે અચાનક દુકાન અને ગોડાઉનમાં આગ ફાટી નીકળી
હતી. આગે ભીષણ સ્વરૃપ ધારણ કરતા સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી જવા
પામી હતી. ચાર ફાયર સ્ટેશનની સાત ગાડી સાથે ફાયર લાશ્કારોનો કાફલો ધટના સ્થળે
ધસીને સતત પાણીનો મારો ચલાવતા ત્રણ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે
ટેબલ,ખુરસી, પરદા સહિત મંડપ ડેકોરેશનનો સામાન અને ચીવસ્તુઓ બળી ગઇ હતી. જયારે
પ્લાસ્ટિક ઘર વપરાશની વિવિધ વસ્તુઓ, પંખા,એ.સી, ખુરશી સહિતની ચીજવસ્તુઓ બળી જતા નુકસાન
થયુ હતુ.
બીજા બનાવમાં જહાંગીરાબાદ
ખાતે ઉગત કેનાલ રોડ ફિફટીન પેરેલીયન્સ ખાતે
રોયલ હોટલમાં આજે શનિવારે સવારે ચોથા માળે આવેલા એક રૃમમાં એ.સીમાં શોર્ટ સર્કિટ
થતા આગ ભડકી ઉઠી હતી. જેના લીધે હોટલના સ્ટાફ દ્વારા ફાયર ફાયરના એસ્ટીંગ્યુશરનો ઉપયોગ
કરીને આગ કાબુમાં લેવાનો પ્રયાસો કર્યા હતા. જોકે આગ ફેલાતા રૃમની બહાર કાઉન્ટર પાસેના
એ.સી આગની ઝપેટમાં આવ્યુ હતુ. દરમિયાન ફાયર
બ્રિગેડે પહોંચી થોડા સમયમાં આગ ઓલવી હતી.આગના લીધે બે એ.સી,ગાદલા, ટેબલ સહિતના માલ
સામાન નુકસાન થયુ હતુ. આ બંને બનાવામાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે
કહ્યુ હતું.