અમદાવાદ,શનિવાર,5 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા
ચાંદખેડા ઉપરાંત જમાલપુર-ખાડિયા તથા રખિયાલ વોર્ડમાં ગેરકાયદે બનાવાયેલા ૨૮ એકમનુ
ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયુ છે.ગૃડાની કટ ઓફ ડેટ પહેલા બનાવાયેલા અને ઈમ્પેકટ
હેઠળ નિયમિત નહીં કરાયેલા બાંધકામો સામે કાર્યવાહી કરાઈ છે.
એસ્ટેટ વિભાગે આઈ.ઓ.સી.રોડ,ચાંદખેડા ખાતે ટી.પી.સ્કીમ નંબર-૨૦-એના ફાઈનલ પ્લોટ નંબર-૪
ઉપર બાંધવામાં આવેલા એક રહેણાંક,કોમર્શિયલ
એમ મિકસ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી પાડયુ હતુ.જમાલપુર વોર્ડમાં સાળવીની
પોળની અંદર, ટોકરશાની
પોળમાં ૨૧ રહેણાંક પ્રકારના ગેરકાયદે બનાવાયેલા યુનિટ દુર કર્યા હતા.ખાડિયા
વોર્ડમાં દાંડીગરાની પોળ,કુત્બી
મહોલ્લા ખાતે ગેરકાયદે બંધાયેલા બે યુનિટ તોડી પાડયા હતા.ટી.પી.સ્કીમ નંબર-૧૦, ફાઈનલ પ્લોટ
નંબર-૯૩ પૈકી શેડ નંબર-૨,૩
મોતીલાલ એસ્ટેટ ખાતે ચાર ગેરકાયદે કોમર્શિયલ યુનિટ તોડી પડાયા હતા.