Ram Mandir Surya Tilak: રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ સમયે રામલલાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું છે. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા છે.
આ પણ વાંચોઃ ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ
ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી. દર્શન સાંજે 6:30 વાગ્યા સુધી શરૂ રહેશે. રામનવમી માટે VIP પાસ બનાવવામાં નથી આવ્યા. સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો. રામનવમીને લઈને રામલલાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામનવમીનો ઉત્સવ: 12 વાગ્યે રામલલાને સૂર્ય તિલક, ભક્તો પર થશે સરયુ જળનો વરસાદ
રામલલાને કરાયો સૂર્યાભિષેક
રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 12:04 વાગ્યા સુધી સૂર્ય કિરણો કપાળની બરાબર મધ્યમાં હતું. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રાખવામાં આવ્યું હતું. રામભક્તો દૂરદર્શન તેમજ પોતાના મોબાઈલ પર જ સૂર્યાભિષેકનું લાઇવ પ્રસારણ માણી રહ્યા હતાં.