જામનગર નજીક હડીયાણા ગામમાં રહેતા અને પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા રાકેશ કુમાર સુભાષભાઈ અસારી (ઉ.વ.39) કે જેઓ ગઈકાલે બપોરે ફલ્લા ગામમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં પોતાની ફરજ પર બેઠા હતા, જે દરમિયાન રામપર ગામનો વિશાલ હૂંબલ નામનો શખ્સ લોખંડની પટ્ટી લઈને ત્યાં ધસી આવ્યો હતો, અને પોતાનો વીજ ફોલ્ટ દૂર કરવા બાબતે તકરાર કર્યા બાદ વીજ સ્ટાફને ગાળો આપી હતી, અને તેના ઉપર હુમલો કરી દીધો હતો.
આ ઉપરાંત પોતાના ગામમાં વિજ ફોલ્ટ કરવા આવશે, ત્યારે તેઓને સરખી રીતે જોઈ લેશે, તેવી ધમકી આપી હતી. જેથી આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વીજ કર્મચારી પર હુમલો કરવા અંગે રામપર ગામના વિશાલ હૂંબલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.