જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટ ના વેપારી પ્રવીણભાઈ મેઘજીભાઈ પાણખાણીયા, કે જેઓએ પોતાની ઓફિસમાં આવી હંગામો મચાવવા અંગે અને પોતાના કર્મચારી સત્યપ્રકાશ સિંહ સાથે ઝપાઝપી કરી ઓફિસનો કાચ તોડી નાખી નુકસાની પહોંચાડવા અંગે નાની ખાવડી ગામના કુલદીપસિંહ મહિપતસિંહ જાડેજા અને જયદીપ નામના તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી બંનેને છેલ્લા કેટલાક સમયથી ધંધાખાર ના કારણે ઝઘડો ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે હંગામો મચાવી તોડફોડ કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.