વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં પદવીદાન સમારોહ યોજવા માગે છે.જેના ભાગરુપે યુનિવર્સિટીમાં પહેલી વખત જુલાઈ મહિનામાં જ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ લિસ્ટ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.
આ લિસ્ટ પ્રમાણે યુનિવર્સિટીના ૭૪મા પદવીદાન સમારોહમાં ૧૪૦૦૦ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી એનાયત કરવામાં આવશે.વિદ્યાર્થીઓ વેબસાઈટ પર જઈને જાણકારીની ખરાઈ કરી શકે છે.
યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ સામાન્ય રીતે જાન્યુઆરી, ફેબુ્રઆરી અને ક્યારેક માર્ચમાં પણ યોજાતો હોય છે.સમારોહમાં વિલંબના કારણે ડિગ્રી પણ વિલંબથી મળતી હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે.જેના પગલે સપ્ટેમ્બરમાં સમારોહ યોજવા માટે સત્તાધીશો આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
આ વખતના પદવીદાન સમારોહમાં સૌથી વધારે ૭૯૮૩ ડિગ્રી કોમર્સ ફેકલ્ટીના અને સૌથી ઓછી ૫૩ ડિગ્રી જર્નાલિઝમના વિદ્યાર્થીઓને એનાયત થશે.૧૩૮૬ ડિગ્રી સાથે સાયન્સ ફેકલ્ટી બીજા ક્રમે છે.
કઈ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે
ફેકલ્ટી વિદ્યાર્થીઓ
આર્ટસ ૧૧૧૪
કોમર્સ ૭૯૮૩
એજ્યુકેશન ૪૧૬
હોમસાયન્સ ૩૯૬
ફાઈન આર્ટસ ૨૦૧
જર્નાલિઝમ ૫૩
લો ૬૯૯
મેનેજમેન્ટ ૧૧૯
મેડિસિન ૯૦૨
પરફોર્મિંગ આર્ટસ ૧૫૫
ફાર્મસી ૭૭
સાયન્સ ૧૩૮૬
સોશ્યલ વર્ક ૧૩૮
ટેકનોલોજી ૮૯૨