INS Trikand: ભારતીય નેવીએ પાકિસ્તાની ક્રૂ મેમ્બરને તબીબી સહાય પૂરી પાડીને ઉદારતા દર્શાવી છે. નેવીના યુદ્ધ જહાજે મધ્ય અરબી સમુદ્રમાં ઓમાનના દરિયાકાંઠે ફિશિંગ બોટ પર સવાર પાકિસ્તાની ક્રૂ મેમ્બરને એન્જિન પર કામ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા બાદ તબીબી સહાય પૂરી પાડી હતી. ભારતીય નેવીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી.
પાકિસ્તાની માછીમારી બોટના ક્રૂ મેમ્બરને આપી તબીબી સહાય
ભારતીય નેવીના યુદ્ધ જહાજ INS ત્રિકંદે શુક્રવારે ઓમાનના કિનારે પાકિસ્તાની માછીમારી બોટના ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. ભારતીય નેવીના INS ત્રિકંદે શુક્રવારે ઓમાનના દરિયાકાંઠે લગભગ 350 નોટિકલ માઈલ પૂર્વમાં કાર્યરત ઈરાની બોટ અલ ઓમિદીએ સહાય માંગી હતી.
આ મામલાની નેવીએ આપી જાણકારી
આ મામલે નેવીએ કહ્યું કે, ‘તપાસ પર જાણવા મળ્યું કે બોટના ક્રૂ મેમ્બરને એન્જિન પર કામ કરતી વખતે તેની આંગળીઓમાં ગંભીર ઈજા થઈ હતી. તેની હાલત ગંભીર હતી અને તેને બીજી બોટ, એફવી અબ્દુલ રહેમાન હાંજીયામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જે ઈરાન જઈ રહી હતી.’
આ પણ વાંચો: રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, કન્હૈયા કુમારની ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં જોડાયા
સારવારમાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો
એક અધિકારીએ વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, ‘આ ઘટનાની જાણ જયારે INS ત્રિકંદને થઇ ત્યારે તેણે તરત જ પોતાનો માર્ગ બદલીને બોટને મદદ કરવા પહોંચી ગયું હતું. યુદ્ધ જહાજમાંથી ડૉક્ટર કમાન્ડોની મેડિકલ ટીમ સાથે બોટ પર પહોંચ્યા. ઘાયલ વ્યક્તિની સારવારમાં લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.’