Jamnagar Theft Case : જામનગર તાલુકાના સિક્કામાં ડીસીસી કોલોનીમાં રહેતા અને મૂળ ઓરિસ્સા રાજ્યના નિર્મલાદેવી જ્યોર્જ નામના 40 વર્ષના ક્રિશ્ચિયન મહિલાએ ગત 1 તારીખથી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન પોતાના રહેણાક મકાનમાંથી કટકે કટકે રૂપિયા 1,28,654 ની કિંમતના સોના-ચાંદીના દાગીના વગેરેની કબાટમાંથી ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જેમાં શકદાર તરીકે પોતાને ત્યાં કચરા પોતાનું કામ કરતી ખતીજા બેન નામની સિક્કા ગામની એક મહિલા સામે શંકા દર્શાવી હતી. જે શંકાના આધારે સિક્કા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને ખતીજાબેનને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે અને ગણતરીના કલાકોમાં જ ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.