Vadodara Gambling Crime : વડોદરાના ગોરવા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જણાને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ કબજે કરી હતી.
સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ની પાછળ જુગાર રમતો હોવાની માહિતી મળતા ગોરવા પોલીસે દરોડો પાડી કુરન સનાભાઇ પંડ્યા (ચંદ્રલોક સોસાયટી, ગોરવા દશામાં મંદિર પાસે), આરીફ સાબીરભાઈ દિવાન (સાઈનાથ સોસાયટી, કરોડિયા રોડ), શબ્બીર ઉદેસિંગભાઈ રાજ (મધુનગર, ગોરવા) અને સની રમેશભાઈ બજાણીયા (બજાણીયા વાસ, ગોરવા) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ચારે આરોપીઓ પાસે રોકડા રૂ.16,220 કબજે કરી જુગાર ધારાના કેસ બદલ અટકાયત કરી હતી.