Madhya Pradesh News : મેરઠના ડ્રમ કાંડ બાદ ભારતમાં અનેક પતિ ડરથી ફફડતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસી અમિત કુમાર સેનનો આરોપ છે કે, તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે અને તેમાંના એક સાથે તે લિવ-ઈનમાં રહે છે. જ્યારે, અમિતે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પત્નીના બોયફ્રેન્ડે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગ્વાલિયરના મેંહદી સૈયદ વિસ્તારનો રહેવાસીએ ફરિયાદ કરી છે કે, લગ્ન બાદ પણ તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહે છે અને નાના દીકરાને પણ પોતાની સાથે લઈ ગઈ છે. અમિતે કહ્યું કે, પત્ની અને તેના બોયફ્રેન્ડે મળીને તેમના મોટા દીકરા હર્ષની હત્યા કરાવી દીધી હતી.
અમિતની અનેક પોલીસ ફરિયાદ બાદ પણ આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. ડ્રમ કેસ બાદ ડરથી થથરી રહેલા અમિતે ગ્વાલિયરના ફૂલબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી મોહન યાદવના પોસ્ટરની નીચે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેણે સીએમને વિનંતી કરી છે કે, આ કેસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની પણ હત્યા થઈ જશે.