image : Filephoto
Vadoadra : વડોદરા શહેરમાં ડભોઇ રોડ પર સોમાતળાવ ચાર રસ્તાથી ભારત પેટ્રોલ પંપની બાજુની આવેલી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે એમજીવીસીએલના ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. એમજીવીસીએલના કર્મચારીઓએ વીજ પુરવઠો બંધ કરતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉનાળાએ આકરો રૂપ બતાવવા અને કારણે હવે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. વધુ પડતી ગરમીના કારણે શોર્ટ સર્કિટ થતા આગના બનાવો પણ બને છે. ત્યારે વધુ એક આગની ઘટના વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડ રીંગરોડ વિસ્તારમાં સામે આવી છે. સોમાતળાવથી ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલી સોસાયટીના નાકે નારાયણ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે આવેલા એમજીવીસીએલના ડીપીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ડીપી ભળભળ સળગી ઉઠ્યું હતું. ડીપીમાં આગ લાગી હોવાની જાણ થતા ગાજરાવાડી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ મધ્ય ગુજરાત વિજ કંપનીની તેમને પણ વીજ પુરવઠો બંધ કરવા માટે સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. એમજીવીસીએલ ના કર્મચારીઓએ વીજ પુરવઠો બંધ કરી દીધા બાદ ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. ગાજરાવાડી ફાયર સ્ટેશનના જીતેન્દ્ર રોહિતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. આકરા ઉનાળાના કારણે ગરમી વધુ માત્રામાં પડી રહી હોય વીજ લોડ વધ્યો છે જેના કારણે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે.