Dadi Ratan Mohini Passed Away : બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ઘણા સમયથી બિમાર હતા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમનો પાર્થિવ દેહ મંગળવારે સવારે રાજસ્થાનના આબુરોડમાં સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે, જ્યાં તેમના અંતિમ દર્શન કરવામાં આવશે. 10 એપ્રિલની સવારે 10 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્માકુમારીઝના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને પુષ્ટિ કરવામાં આવી છે.
વર્ષ 2021થી હતા વહિવટી વડા
ફેસબુક પર લખ્યું છે કે ‘અમારી પરમ આદરણીય, મમતામયી માં સમાન રાજયોગિની દાદી રતન મોહિનીના અથક આધ્યાત્મિક સેવાના જીવન બાદ 101 વર્ષની ઉંમરે ધીમે-ધીમે સૂક્ષ્મ લોકોમાં પ્રવેશ કર્યો છે. તેમની દિવ્ય ઉપસ્થિતિ અને શુદ્ધ કંપન આધ્યાત્મિક પથને રોશન કરતા રહેશે અને લાખો લોકોનું માર્ગદર્શન કરતા રહેશે. પ્રેમ, સાદગી અને ઉચ્ચ દ્વષ્ટિની તેમની વિરાસત અમારા દિલમાં હંમેશા જીવિત રહેશે. દાદાજી 2021થી બ્રહ્માકુમારીઝના વહિવટી વડા હતા.
13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સાથે જોડાયા
25 માર્ચ 1925ના રોજ સિંધ હૈદરાબાદના એક સાધારણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતા-પિતાએ તેમનું નામ લક્ષ્મી રાખ્યું હતું. પરંતુ તે સમયે કોઇએ પણ વિચાર્યું ન હતું કે આ છોકરી આદ્યાત્મા અને નારી શક્તિનો જગમગતો તારો બનીને જગતને રોશન કરશે. બાળપણથી જ આદ્યાત્મા પ્રત્યે લગન અને પરમાત્માને પ્રાપ્ત કરવાની ઇચ્છા હોવાથી 13 વર્ષની ઉંમરે લક્ષ્મીએ વિશ્વ શાંતિ અને નારી સશક્તિકરણની ચળવળમાં જોડાઇ ગયા. તેમણે 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સાથે જોડાઇને પોતાનું જીવન સમાજ કલ્યાણમાં સમર્પિત કરી દીધું. 101 વર્ષની ઉંમરે પણ તેમની દિનચર્યા બ્રહ્મમુહૂર્તમાં 3.30 વાગ્યાથી શરૂ થઇ જતી હતી. સૌથી પહેલાં તે પરમાત્માનું ધ્યાન કરતા હતા. રાજયોગ મેડિટેશન તેમની દિનચર્યામાં સામેલ હતી.
બ્રહ્મા બાબા સાથે 32 વર્ષની લાંબી સફર
દાદી રતનમોહિનીમાં બાળપણૅથી જ ભક્તિભાવના સંસ્કાર રહ્યા. નાની ઉંમર હોવાછતાં તે રમવાના બદલે ઇશ્વરની આરાધનામાં સમય પસાર કરતા હતા. સ્વભાવે ધીર-ગંભીર હતા. અભ્યાસમાં હોશિયાર હોવાની સાથે પ્રતિભા સંપન્ન રહી છે. દાદાજીએ વર્ષ 1937થી લઇને 32 વર્ષ સુધી બ્રહ્મા બાબા સાથે પડછાયાની માફક રહ્યા.